શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ હિંમતનગર ડિવીઝન તથા તલોદ ડિવિઝન ની AGM સયુક્ત પદે તા: ૦૬-૦૭-૨૦૨૩ ના રવિવાર ના સવારે ૮:૩૦ કલાકે ઉમા વાત્સલ્યધામ, રામપુરા ખાતે ડિવિઝન ચેરમેન શ્રી હિતેશભાઈ પોકાર તથા અંકિતભાઈ છાભૈયા ના અધ્યક્ષ સ્થાનેથી નીચેના એજન્ડા પ્રમાણે યોજાઇ.
▪ જેમાં ઝોન, રીજીયન, ડિવિઝન, સ્થાનિક સમાજ ના પ્રમુખ અને યુવક મંડળ ના પ્રમુખશ્રીઓ ને હિન્દુ સંસ્કૃતિ મુજબ કંકુ ચોખાથી દીકરીઓ ધ્વારા તિલક સાથે સન્માન કરાવી મંચ પર સ્થાન ગ્રહણ કરાવ્યું અને અન્ય સનાતની વડીલો, યુવાનો, માતૃ શકિત સાથે કુલ 225 સભ્યો આ AGM માં ઉપસ્થિત રહ્યા.
▪ મીટીંગમાં હાજર રહેલ મહાનુભાવોનું સ્થાન ગ્રહણ કરવામાં આવેલ ત્યારબાદ દીપ પ્રાગટય અને સમુહ પ્રાર્થના કરી મીટિંગની શરૂઆત કરવામાં આવેલ.
▪ હિમતનગર ડિવિઝન ચેરમેન શ્રી હિતેશભાઈ પોકાર દ્વારા હોદ્દેદારશ્રીઓ, દાતાશ્રીઓ, આમંત્રીત મહેમાનો તથા ઉપસ્થિત સર્વે સભ્યોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.
▪ તલોદ ડિવિઝન ચેરમેન શ્રી અંકિતભાઈ છાભૈયા દ્વારા સમાજના દિવંગત થયેલ સભ્યોને બે મિનીટ મૌન પાળીને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી, જેમાં ખાસ સાબર ના પૂર્વ ચીફ સેક્રેટરી સ્વ. જગદીશભાઈ ભોજાણી તેમજ સલાહકાર સ્વ. કિરીટભાઈ ભોજાણી ને શ્રધાંજલિ અર્પણ કરેલ.
▪ ગત AGM ની મિનિટ્સ નું વાંચન હિમતનગર ડીવીઝન સહમંત્રી શ્રી રાહુલ રામાણી ધ્વારા કરવામાં આવ્યું.
▪ વર્ષ ૨૦૨૩-૨૫ ના હિમતનગર ડિવિઝન ના હિસાબોનું વાંચન ખજાનચી શ્રી અનિલ ભીમાણી દ્વારા કરવામા આવેલ જેની સર્વાનુમતે બહાલી આપવામાં આવી.
▪ ૨૦૨૩-૨૫ દ્વારા થયેલ કાર્યોનો અહેવાલ હિમતનગર ડિવીઝન ચેરમેન શ્રી હિતેશભાઈ પોકાર ધ્વારા કરવામાં આવેલ અને ત્યારબાદ ટીમ ૨૦૨૩-૨૫ ટીમ અવધિ પૂર્ણતાની જાહેરાત કરવામાં આવી અને ૨૦૨૩-૨૫ વર્ષ માં જે સાથ સહકાર આપ્યો તે માટે ટીમના તમામ મેમ્બરો નો આભાર વ્યક્ત કર્યો.
▪ ત્યારબાદ કેન્દ્રીય પસંદગી સમિતિ ને વર્ષ ૨૦૨૫-૨૭ માટેની નવી ટીમ માટે ફાઇલ અપર્ણ કરવામાં આવી, ત્યારબાદ રીજીયન ચેરમેન શ્રી દિલીપ ધોળું એ પસંદગી સમિતિ શું અને કયા નિયમો ને આધીન રહીને કાર્ય કરે છે તે અંગે વિસ્તૃત માહિતી આપી.
▪ પસંદગી સમિતિ ના સભ્ય દિલીપભાઈ ધોળુ ધ્વારા નવી ટીમ વર્ષ ૨૦૨૫-૨૭ ની જાહેરાત કરવામાં આવી જેમાં....
 *ડિવિઝન ચેરમેન:* શ્રી નિતીનભાઈ નગીનભાઈ રામાણી (કેશરપુરા કંપા)
 *વાઇસ ચેરમેન:* શ્રી ભરતભાઇ જયંતીભાઈ રુષાત (બળવંતપુરા કંપા)
 *ડિવિઝન સેક્રેટરી:* શ્રી વિપુલભાઈ રવજીભાઇ વાસાણી (હિંમતનગર)
તથા તેમની સાથે હિમતનગર ડિવિઝન યુવાસંઘ ની તમામ થીમ કન્વીનરો અને જોઇન્ટ કન્વીનરના નામની જાહેરાત કરવામાં આવી, જેને સભામાં ઉપસ્થિત સૌ સભ્યોએ તાળીઓના ગડગડાટથી સહર્ષ વધાવી લીધેલ અને ત્યારબાદ નવી વરાયેલ ટીમની શપથવિધી નિલેશભાઈ સુરાણી ધ્વારા લેવડાવામાં આવી.
▪ મંચસ્થ મહેમાનો તથા સમાજના અગ્રણીઓ દ્વારા પ્રાસંગિક ઉદબોધન લેવામાં આવ્યું. અને ખુલ્લા મંચ માં પણ સમાજ ના વડીલો, યુવાનો તથા મહિલાઓ એ પોતાના સૂચનો આપ્યા.
▪ વર્ષ ૨૦૨૫-૨૭ ના નવા વરાયેલ હિમતનગર ડિવિઝન ચેરમેન શ્રી નિતીનભાઈ રામાણી એ પસંદગી ટીમ એ ચેરમેન બનાવી જે વિશ્વાસ કર્યો તે બદલ તેમનો આભાર સાથે આગામી વર્ષ માં સમાજને ઉપયોગી વધુ કાર્યો કરીશું તેવી ખાતરી આપી.
▪ આભાર વિધિ વિપુલ વાસાણી એ સભામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત થવા માટે સર્વે સભ્યો નો તથા મીટીંગ નું સ્થળ પૂરું પાડવા માટે ઉમા વાત્સલ્યધામ ભવન અને ભોજનની વ્યવસ્થા કરવા માટે આભાર વ્યક્ત કર્યો.
▪ અંતમાં સૌ સનાતની સભ્યોએ સમૂહ માં રાષ્ટ્રીયગાન કરી સભા ને પૂર્ણ જાહેર કરી.
▪ આ સભા નું સંચાલન વિપુલ વાસાણી અને જતીન દિવાણી ધ્વારા કરવામાં આવ્યું.
▪ અંતમાં સૌ સભ્યો ભોજન લઈ છૂટા પડ્યા.
જય લક્ષ્મીનારાયણ...??