રાજ્યના છેલ્લા ત્રણ-ચાર દિવસથી દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલે શુક્રવારે (25 જુલાઈ) નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 26 જુલાઈના રોજ દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

27 જુલાઈની આગાહી

27 જુલાઈએ દાહોદ, છોટા ઉદેપુર, અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને 23 જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદ, ભાવનગર, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર, આણંદ, વડોદરા, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

28 જુલાઈની આગાહી

રાજ્યમાં આગામી 28 જુલાઈના રોજ 26 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

29 જુલાઈની આગાહી

29 જુલાઈએ કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.