સાબરડેરી ખાતે સોમવારે થયેલા ઘર્ષણ બાદ સાબર ડેરીના ચેરમેન દ્વારા પ્રથમ પ્રતિક્રિયા આપ વામાં આવી જેમાં ચેરમેનની પશુપાલકોને સાધારણ સભા બાદ યોગ્ય ભાવ ફેર આપવાની કરી વાત કરવામાં આવી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સામાન સાબરડેરી દ્વારા પશુપાલકોને વર્ષ દરમિયાન ભાવફેર ચૂકવવામાં આવતો હોય છે તે જ રીતે ચાલુ સાલે પણ પશુપાલકોને ચૂકવાયો હતો પરંતુ પશુપાલકોને આ ભાવ ફેર ઓછો લાગ્યો હોવાના કારણે પશુપાલકો દ્વારા ૧૪ તારીખના રોજ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આ વિરોધ ઘર્ષણ સુધી પહોંચ્યો હતો જો કે આ સમગ્ર ઘટનાને લઈને સાબરડેરીના સત્તાધીશો દ્વારા અત્યાર સુધી કોઈ પણ

પ્રકારની પ્રતિક્રિયા આપવાથી દૂર રહ્યા હતા પરંતુ મંગળવારે સાબરડેરીના ચેરમેન શામળ પટેલ દ્વારા પશુપાલકોને અપીલ કરતી પ્રતિક્રિયા આપવામાં આવી હતી.સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો ભાવ ફેરની રકમ ઓછી હોવાને લઈને વિરોધ દર્શાવી રહ્યા હતા અને આ વિરોધ ઘર્ષણ

સુધી પહોંચ્યો હતો ત્યારબાદ સાબરકાંઠા પોલીસ દ્વારા ૭૪ વ્યક્તિઓના નામ જોગ અને ૯૦૦ થી ૧૦૦૦ ના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે અને ૪૭ ની ધરપકડ પણ કરી લેવામાં આવી છે જોકે આ વિરોધ પ્રદર્શન બાદ પરત ઘરે જતા એક પશુપાલકને તબિયત લથડી હતી અને ત્યારબાદ તેનું મોત થયું હતું આ સમગ્ર મામલે પણ પશુપાલકો ઉગ્ર બન્યા હતા જોકે ઈડર તાલુકાના જીંજવા ગામના અશોક ચૌધરીની પેનલ દ્વારા પીએમ કરી તેઓના મૃતદેહનો અગ્નિસંસ્કાર પણ કરી દેવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ આજે સાબરડેરીના ચેરમેન દ્વારા ૫ શુપાલકોને કોઈપણ જગ્યાએ વિરોધ પ્રદર્શન ન કરવા તેમજ નુકસાન પહોંચાડવું નહીં તેવી અપીલ કરવામાં આવી છે સાથે જ યોગ્ય ભાવ ચૂકવી આપ વાની પણ પશુપાલકોને અપીલ કરવામાં આવી છે.