બલૂચિસ્તાનમાં પ્રવાસીઓથી ભરેલી બસ હુમલો કરવામાં આવ્યો હતો. બસ પર ફાયરિંગ કરાતા 3 મુસાફરોના મોત નિપજ્યા હતા. બસ જ્યારે કરાંચીથી ક્વેટા થઇ રહી હતી. ત્યારે આતંકીઓએ આ બસ પર હુમલો કર્યો હતો. બલુચિસ્તાનના કલાત જિલ્લામાં અજાણ્યા બંદૂકધારીઓએ એક પેસેન્જર બસ પર ગોળીબાર કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા ત્રણ મુસાફરો માર્યા ગયા અને સાત લોકો ઘાયલ થયા હતા.

આ ઘટના નેમાર્ગ વિસ્તારમાં ત્યારે બની જ્યારે બસ કરાચીથી ક્વેટા જઈ રહી હતી. બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે જણાવ્યું હતું કે આ દુ:ખદ ઘટનામાં ત્રણ મુસાફરોના મોત થયા છે અને 7 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘાયલોને કલાતના જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં કટોકટી જાહેર કરવામાં આવી છે. જો કે, એધી ફાઉન્ડેશનના બચાવ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોની સંખ્યા વધીને 10 થઈ છે અને ઘણા લોકોને સારવાર માટે ક્વેટા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

શાહિદ રિંદે જણાવ્યું હતું કે, હુમલા પછી તરત જ સુરક્ષા દળો, જિલ્લા વહીવટીતંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 1 .સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. હુમલાખોરોને પકડવાના પ્રયાસો ચાલુ છે. શાહિદ રિંદે વધુમાં કહ્યું કે, સીએમ સરફરાઝ બુગતીએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. તેમણે પોલીસ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ બસ રોકી અને રસ્તાની બંને બાજુથી હુમલો કર્યો હતો