ઈડરિયા ગઢ પરના ૨૫૦૦વર્ષ જૂનાજૈન દેરાસરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી
સાબરકાંઠા જીલ્લાના ઈડરિયા ગઢ પર આવેલ ૨૫૦૦ વર્ષ જૂના ઐતિહાસિક શાંતિનાથ શ્વેતાંબર જૈન દેરાસરમાં કેટલાક અસામાજિક તત્વોએ ભગવાનની મૂર્તિઓને ખંડિત કરી આંખો કાઢી લઈ તોડી નાખતા જૈન સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો આ તત્વોએ મંદિરના દરવાજાને પણ ભારે નુકશાન પહોંચાડયું હતું આ સમગ્ર મામલે જૈન સમાજના આગેવાનોએ પોલીસમાં લેખિત થકી કાયદેસર કાર્યવાહી કરવા અને કાયમી પોલીસ પોઈન્ટ મૂકવા રજૂઆત કરી હતી.ઈડરિયા ગઢ પર વારંવાર અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ સામે આવી રહે છે તેમ છતાં સ્થાનિક પ્રશાસન હાયપર હાથ ધરીને બેસી રહેતું હોઈ આવા તત્વોને છૂટો દોર મળી રહે છે. અગાઉ જૈન મંદિરમાં ચોરી અને તોડફોડની ઘટના બાદ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે જેમાં લાખ્ખો શ્વેતાંબર જૈન સમાજના આસ્થાના પ્રતિક સમાન શાંતિનાથ જૈન દેરાસરમાં કેટલાક તત્વોએ ખોટી રીતે ઘૂસી જઈ ભગવાનની મૂર્તિ સહિત ચક્ષુઓની તોડફોડ કરી દરવાજાને નુકશાન ૫હોંચાડયું હતું આ ઉપરાંત મંદિર પરિસરમાં હાજર ચોકીદાર સહિતના સ્ટાફને ધાકધમકી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઘટના બાબતે જૈન સમાજમાં જાણ થતા સમગ્ર સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠયો હતો જેને કારણે મંદિરનું સંચાલન કરતી આણંદજી મંગળજી પેઢીના ઈડરના પ્રમુખ સુભાષચંદ્ર શાહ અગ્રણી પિકેશ શાહ સહિતનાઓએ પોલીસમાં લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવા અને પોલીસ પોઈન્ટ મૂકવા માંગ કરી હતી સમાજના આગેવાનોએ ફોટા સહિત સીસીટીવી ફૂટેજ પણ આપ્યા હાઈ પોલીસે ત્વરિત કાર્યવાહી કરવી રહી.
By Himanshu Ramani (Idar)
Kapil Patel