સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના ડેમાઈ વિસ્તારમાં પોલીસે દારૂની હેરાફેરી કરતી એક રિક્ષાને પકડી પાડી હતી ગ્રામ્ય પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે રિક્ષામાંથી રૂપિયા ૧,૦૬,૯૬૦ ની કિંમતનો વિદેશી દારૂ અને બીયરની ૧૪ પેટી જપ્ત કરી છે પોલીસે રિક્ષા નંબર જીજે.૩૧.એક્સ. ૧૯૪૮ ને રોકવાનો પ્રયાસ કર્યો હતો રિક્ષાચાલક રાહુલ ખરાડી પોલીસને જોઈને ભાગી છૂટ્યો હતો જોકે રિક્ષામાં બેઠેલો અજીત ખરાડીને ઝડપી લેવામાં આવ્યો હતો અજીત ખરાડી રાજસ્થાનના (નળાફરો) ગામના રહેવાસી છે જીલ્લાના પોલીસે રિક્ષા તેમજ દારૂનો જથ્થો અને મોબાઈલ મળી કુલ રૂપિયા १,५१,८६० નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ફરાર થયેલો રિક્ષા ચાલક સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામનો રહેવાસી છે બંને આરોપીઓ વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હિંમતનગરના ડેમાઈ વિસ્તારમાં પોલીસે દારૂની હેરાફેરી કરતીરિક્ષા ઝડપી પાડી
By Himanshu Ramani (Idar)
Kapil Patel