સાબરડેરીમાં વાર્ષિક ભાવફેરને લઈને થયેલા આંદોલન બાદ દૂધની આવકમાં આવેલો ઘટાડો હવે ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે આરોપીઓ ને જામીન મળ્યા બાદ દૂધ મંડળીઓ માં દૂધ ભરાવવાનું કામ ફરી શરૂ થયું છે.
૧૪ જુલાઈના રોજ પશુપાલકોએ કરેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું આ ઘટનામાં હિંમતનગર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૧૦૦૦ હજારના ટોળા સામે ગુનો નોંધાયો હતો પોલીસે ૪૭ આરોપીઓની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા જે બાદ સાબરડેરી દ્વારા વાર્ષિક ભાવફેર રૂ.૯૯૫ જાહેર કરવામાં આવ્યા બાદ સોમવારે સાંજે ૪૨ આરોપીઓને જામીન મળ્યા હતા અને બાકીના ૬ આરોપીઓના મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી છે. ત્યારે સાબરડેરીના એમ. ડી સુભાષ પટેલના જણાવ્યા મુજબ સામાન્ય સમયે ૨૬ લાખ લીટર દૂધની આવક સામે હાલમાં ૧૯ લાખ લીટર દૂધની આવક નોંધાઈ છે.
મહત્વનું છે કે આણંદ ખાતે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેનની જાહેરાત થઈ છે જેમાં નવા ચેરમેન તરીકે મહેસાણાની દૂધ સાગર ડેરીના અશોક ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે જ્યારે વાઈસ ચેરમેન તરીકે ગોપાલ ડેરી રાજકોટના ગોરધન ધામેલીયાની નિમણુક થઈ છે.
સાબર ડેરીમાં આંદોલન બાદ દૂધની આવકમાં ધીમે ધીમે વધારો નોંધાયો
By Himanshu Ramani (Idar)
Kapil Patel