રાણી તળાવ પાસેની હોટલ ખાતે હેડ ટીચર ઓફ ઈડરની એજન્ડા મુજબ મીટિંગ કરવામાં ૫ રિચય બાદ જેમાં મુજબ મુખ્ય શિક્ષક (એચ.ટાટ) સંગઠનની રચના કરવામાં આવી છે. જેમાં વાર્ષિક સંગઠન ફ્રી ૫૦૦/- રૂપિયા નક્કી કરવામા આવેલ છે. હેડ ટીચરને મળતા લાભ અને થતા પ્રશ્નો અંગેની ચર્ચા કરવામાં આવી. વિશેષમાં જિલ્લા સંગઠન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઈડર તાલુકા મુખ્ય શિક્ષક (એચ.ટાટ) સંઘની રચનામા સંઘના હોદ્દેદારો તરીકે પ્રમુખ વિજય પરમાર, મહામંત્રી સંદીપસિંહ ભાટી, ઉપપ્રમુખ રમેશ પટેલ અને હિતેન્દ્ર ચૌહાણ, સંગઠન મંત્રી શૈલેષ પ્રજાપતિ, કોષાધ્યક્ષ રાજેન્દ્ર પટેલ, સહમંત્રી અલ્પેશ પટેલ,મહિલા પ્રતિનિધિ ઉર્મિલાબેન સોલંકી, મહિલા પ્રતિનિધિ ડૉ.મીનાબેન મનસુરી, જિલ્લા પ્રતિનિધિ હિરેન સુતરીયા, આંતરિક ઓડીટર મહેન્દ્ર પટેલ, મીડિયા સેલ સુરેશ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષ પ્રજાપતિએ કર્યું હતું અને કાર્યક્રમના અંતમાં આભારવિધિ બીટ કેળવણી નિરીક્ષક હીરાભાઈ વણકર દ્વારા કરવામા આવી હતી.