તલોદની રોજડદૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરી મંડળીને તાળું મારી ભૂગર્ભમાં ઉતરી ગયાની ચર્ચા
એક તરફ સાબરડેરીના ભાવફેર બાબતે આંદોલન ચાલી રહ્યું છે તો બીજી તરફ તલોદ તાલુકાના રોજડ ખાતે આવેલા રોજડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી દ્વારા ગઈકાલ સાંજથી દૂધમંડળીને તાળું મારી ભૂગર્ભમાં ઉતરી જતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બનવા લાગ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ તલોદ તાલુકાના રોજડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના ચેરમેન તરીકેના નેતૃત્વમાં સેક્રેટરી અશોકસિંહ ઝાલા સેક્રેટરી તરીકે જવાબદારી નિભાવી દૂધ મંડળીનું સંચાલન કરે છે. છેલ્લા કેટલાક સમયથી દૂધ મંડળીના સેક્રેટરી દ્વારા સભાસદોને હિસાબો બતાવવામાં ગલ્લા તલ્લા કરી અને સામાન્ય સભા બોલાવવા માટે સભાસદોને ગોળગોળ ફેરવાતા સભાસદો રોષે ભરાયા હતા દરમ્યાન બે દિવસ ૫હેલા સભાસદોએ નફાની વહેચણી બાબતે અને હિસાબો રજૂ કરવા બાબતે ઉગ્ર રજૂઆત કરતા સેક્રેટરી અશોકસિંહ દ્વારા ૨૨ જુલાઈના સાંજના સમયે દુધમંડળીને તાળું મારી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જેના કારણે સાંજના સમયે દૂધ ભરવા માટે આવેલ સભાસદો મંડળીને તાળું મારેલું જોતા ચોકી જઈ રોષે ભરાયા હતા બુધવારે સવારે દૂધ ભરવા માટે આવેલ સભાસદો દૂધ ભર્યા વગર ૫રત ફર્યા હતા. કોઈને જાણ કર્યા વગર જ સેક્રેટરી તાળું મારી જતા રહેતા બે ટાઈમ દૂધ ભરાયા વગર વિલા મોઢે પરત ફર્યા હતા જેના કારણે પશુપાલનના વ્યવસાય પર નિર્ભર સભાસદોની હાલત દયનીય બની જવા પામી હતી બીજી તરફ આ અંગે દૂધ મંડળીના ચેરમેન અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હું રોઝડ દૂધ મંડળીના ચેરમેન તરીકે ફરજ બજાવતો હતો. પણ મે ગત તા ૧૬ મે ના રોજ રાજીનામું આપી દીધું છે જયારે બીજી તરફ દૂધમંડળીના ચેરમેન પદે ૨૨ જુલાઈ સુધી રેકર્ડ પર ચાલુ હોવાનું જાણવા મળે છે અને મંડળીના સમરી રેકર્ડ પર ૨૨ જુલાઈ સુધી મંડળીના સભાસદ તેમજ ચેરમેન તરીકે ચાલુ હોવાનું પ્રકાશમાં આવતા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે સેક્રેટરી દ્વારા હિસાબો રજૂ કરવા સંદર્ભે અને સામાન્ય સભા ન બોલાવવા માટેના સભાસદોને જવાબોન આપવા પડે તે માટે એકહથ્થુ રીતે મંડળીને તાળું મારી ભૂગર્ભમાં ઉતરી જતા દૂધ પર નિર્ભર પશુપાલકોમાં ભારે રોષ ફેલાયો છે.
By Himanshu Ramani (Idar)
Kapil Patel