હિંમતનગર ઈડર હાઈવે પર શિક્ષકની કારમાં આગ લાગતા અફરાતફરી મચી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઈડર હાઈવે પર એક સ્કોર્પિયો કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જેમાં રાજપુર પ્રાથમિક શાળાના ઉપશિક્ષક શાળાએથી પરત ફરી રહ્યા હતા ત્યારે આગ લાગવાની ઘટના બની હતી જેમાં સ્કોર્પિયો કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ અંગે મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના રાજપુર ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક કૃણાલ ગોપાલદાસ તેજવાણી જેઓ બુધવારના રોજ સાંજના સમયે શાળામાંથી ઘર તરફ નીકળ્યા હતા. ત્યારે રાજપુર ગામના પાટિયા પાસે ઈડર-હિંમતનગર સ્ટેટ હાઈવે પર સાંજના ૫:૩૦ વાગ્યે તેમની સ્કોર્પિયો કારમાં અચાનક આગ લાગી હતી અને આગ લાગતા કૃણાલે તરતલ જ સમયસૂચકતા વાપરીને ગાડીનો દરવાજો ખોલી બહાર નીકળી ગયા. જ્યારે આ ઘટનાની જાણ થતાં હિંમતનગર નગરપ ાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
By Himanshu Ramani (Idar)
Kapil Patel