ઉત્તર પ્રદેશના મેરઠના સૂરજકુંડ વિસ્તારમાં શનિવારે સાંજે એક દર્દનાક દુર્ઘટનામાં ઈન્ડિયન સ્પોર્ટ્સ કંપનીના માલિક હરવિંદર સિંહ ઉર્ફે પિન્ટુનું મોત થઈ ગયુ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હરવિંદર સિંહ પોતાની ફેક્ટરીના ફર્સ્ટ ફ્લોર પરથી સેકન્ડ ફ્લોર પર જઈ રહ્યા હતા, ત્યારે તેમનું ગળું ખુલ્લી લિફ્ટમાં ફસાઈ ગયું. તેમના પરિવારના સભ્યો તેમને ગંભીર રીતે ઘાયલ હાલતમાં તાત્કાલિક પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. બીજી તરફ આ દુર્ઘટનાથી ઘટનાસ્થળ પર અફરા-તફરી મચી ગઈ હતી.
ઘટનાસ્થળ પર હાજર એક કર્મચારી સુરેન્દ્ર સિંહે જણાવ્યું કે, જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે હું ત્યાં જ હાજર હતો. સાંજે બધાનો ઘરે જવાનો સમય થયો હતો, ત્યારે હરવિંદર સિંહ ફર્સ્ટ ફ્લોર પરથી સેકન્ડ ફ્લોર પર જવા લાગ્યા, ત્યારે અચાનક લિફ્ટ બંધ થઈ ગઈ. હરવિંદર સિંહે મદદ માટે બૂમ પાડવા માટે લિફ્ટમાંથી માથું બહાર કાઢતાની સાથે જ લિફ્ટ ફરી ચાલવા લાગી.
આ દરમિયાન હરવિંદર સિંહનું ગળું લિફ્ટમાં ફસાઈ ગયુ. ત્યારબાદ તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના લિફ્ટની સુરક્ષા વ્યવસ્થામાં ખામીને કારણે સર્જાઈ હોવાનું કહેવાય છે.
આ દુર્ઘટના પર મેરઠ પોલીસ અધિકારીઓએ કહ્યું કે, કે દુર્ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ લિફ્ટની સ્થિતિ અને ટેકનિકલ સુરક્ષાના ધોરણોની પણ તપાસ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ મામલે કાર્યવાહી ચાલુ છે.
સાવધાન
Share this story:
Share on WhatsAppRelated Posts
General
Kapil Patel
Jun 3, 2026
ખેડૂતોનું રૂ.2 લાખ સુધીનું દેવું થશે માફ, લાખોને થશે ફાયદો, દેવા માફી યોજનાને મહારાષ્ટ્ર કેબિનેટની મંજૂરી.
લોન માફી 2024ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા મહાયુતિ ગઠબંધનનું મુખ્ય વચન હતું.
Kapil Patel
Jun 3, 2026
General
Kapil Patel
May 25, 2026
નેત્રંગમાં સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ; તાલુકા પંચાયતમાં AAP સૌથી મોટો પક્ષ બનવા છતાં સત્તા વિહોણી રહી
ભાજપ-કોંગ્રેસનું અણધાર્યું જોડાણ
Kapil Patel
May 25, 2026
General
Kapil Patel
May 20, 2026
કોકરોચ જનતા પાર્ટી: CJIના ‘કોકરોચ’ નિવેદનથી જન્મેલી વ્યંગાત્મક તાકાત કે માત્ર વાઈરલ મીમ?
યુવાનોના બેરોજગારી અને અસંતોષનું પ્રતીક બનેલી CJP ભવિષ્યમાં ટકી રહેશે કે ફરી એક વાઈરલ ટ્રેન્ડ બની...
Kapil Patel
May 20, 2026
General
Kapil Patel
May 15, 2026
દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો, ટાંકી ફૂલ કરાવતા પહેલા ચેક કરી લો કિંમત
દેશભરમાં ૪ વર્ષ પછી પ્રથમ વધારો, ક્રૂડના ભાવ અને કંપનીઓના નુકસાનને કારણે લાગુ
Kapil Patel
May 15, 2026
By Himanshu Ramani (Idar)