સાબરકાંઠા જીલ્લાના ઈડરમા હાઈકોર્ટની સૂચના બાદ જાહેર માર્ગ પરના ધાર્મિક દબાણ તોડવાનો આદેશ મળતા ખળભળાટ મચી ગયો હતો સ્થાનિક તંત્રએ તાલુકાના ૯ જેટલા ધાર્મિક સ્થળોના સંચાલકોને સાત દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ ફટકારી હતી જેને કારણે ધર્મ પ્રેમી જનતામાં રોષ ભભૂકી ઉઠયો હતો.આ અંગે મળતી વિગતો અનુસાર વર્ષ ૨૦૦૬ માં હાઈકોર્ટમાં દાખલ થયેલ એક અરજી સંદર્ભે રાજ્યભરના જાહેરમાર્ગો ૫રના ધાર્મિક દબાણો દૂર કરવા સૂચના આપી હતી જે સંદર્ભે સાબરકાંઠા જીલ્લા કલેક્ટરના આદેશ બાદ ઈડરના તંત્રએ પણ તાલુકામાં જાહેરમાર્ગ પર ઊભા કરાયેલ એક દરગાહ સહિત નવ જેટલા
ધાર્મિક સ્થળોની યાદી તૈયાર કરી હતી ત્યારબાદ જેમાં સ્ટેટ હાઈવે પરના સાત નેશનલ હાઈવે ૫ રનો એક અને જંગલ વિસ્તારમાં એક દબાણ હોઈ જેતે ધાર્મિક સ્થળના સંચાલકોને બોલાવી ગત વર્ષે ૨૦૨૪ માં સ્વૈચ્છિક દબાણ દૂર કરવા મૌખિક સૂચના આપી હતી જોકે જેતે સમયે આ દબાણો દૂર કરાયા ન હતા.દરમિયાન તાજેતરમાં ફરી એક વાર જવાબ માંગતા આ ધાર્મિક દબાણોનું ભૂત ધુણવા લાગ્યું હતું જેમાં ગત ૧૬ જુલાઈના રોજ તંત્રએ મામલતદાર કચેરીમાં મિટિંગ બાદ દબાણકારોમાં નોટિસ આપી દબાણો દૂર કરવા નિર્ણય કર્યો હતો જે અનુસંધાને તંત્રએ એક દરગાહ સહિત નવ ધાર્મિક સ્થળોને સાત દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ ફટકારતા હિન્દુ સંગઠનો સહિત ધર્મ પ્રેમી
જનતામાં દેકારો મચી ગયો હતો. બુધવારે હિન્દુ સંગઠનોના આગેવાનો અને જેતે ધાર્મિક સ્થળોના પૂજારી, ટ્રસ્ટીઓની રામજી મંદિરમાં આ સમગ્ર બાબતે બેઠક મળી હતી આ બેઠક બાદ તમામે મામલતદાર કચેરીમાં જઈ ઉતાવળીયો નિર્ણય નહીં કરવા અને સમય આપવા માંગ કરી હતી સામે મામલતદારે જાહેર માર્ગ પરના ધાર્મિક સ્થળો આગળના પગધિયાં,ઓટલા સહિતના નાના દબાણો દૂર કરવા જણાવી મંદિરોના મોટા દબાણ માટે તંત્ર અને પૂજારી ટ્રસ્ટીઓની વધુ એક બેઠક બોલાવવા હૈયાધારણા આપી હતી દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટીએ કડિયાદરા પાસેનુ ધાર્મિક દબાણ મંગળવારે સાંજે દૂર કર્યા બાદ તંત્રને રિપોર્ટ મોકલી આપ્યો હતો.
ઇડર તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવેલ નવ ધાર્મિક સ્થળોને તંત્ર દ્વારા હાઈકોર્ટના આદેશના અનુસંધાનમાં દબાણ ગણાવીને એક સપ્તાહમાં દૂર કરવાની નોટિસ ફટકારાતા વિવિધ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. ઇડર મામલતદાર કચેરી સામે આવેલા ચમત્કારી હનુમાનજી મંદિર સહિત રેલવે સ્ટેશન પાસેના સંકટમોચન હનુમાનજી મંદિર, વલાસણ રોડ પરનું સુરપુર હનુમાનજી મંદિર, ગંભીરપુરા, બડોલી, કડિયાદરા તથા મોટાકોટડા નજીક બીજલ માતાજી મંદિર અને બકરપુરા પાસે આવેલી એક દુર્ગા સહિત ૯ ધાર્મિક સ્થાનોના દબાણને દૂર કરવાનો વિવાદ ચાલી રહ્યો હતો.
ત્યારબાદ સમગ્ર મામલો હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો હતો. જેની સુનાવણી તાજેતરમાં થયા બાદ ન્યાયાધિશે દબાણો દુર કરવા માટે આદેશ કર્યો હતો. જેથી સ્થાનિક તંત્ર દ્વારા આ દબાણો દુર કરવા માટે નોટિસની બજવણી કરાઈ હતી. જેને લઈને ઈડર તાલુકાના વિવિધ હિન્દુ સંગઠન તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને સ્થાનિક મંદિરોના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં એક વિશેષ બેઠક યોજાઇ હતી.
જેમાં પ્રાંતસહ ધર્માચાર્ય પ્રદીપભાઈ ખરાદી, બજરંગ દળના જિલ્લા સંયોજક સંજયભાઈ ભોઈ, પ્રખડ મંત્રી રવિભાઈ શંખેશ્વાર, જગદીશભાઈ મિસ્ત્રી, જયેશભાઈ મિસ્ત્રી, દીપકભાઈ ભરવાડ, ભાવેશભાઈ સોની સહિત કાર્યકર્તાઓએ મીટીંગ યોજી હતી.
ત્યારબાદ આ મામલે ઈડર મામલતદારને લાગણી સભર રજૂઆત કરાઈ હતી. જેમાં જણાવાયા મુજબ, અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મંદિર તોડવાની કાર્યવાહી હિન્દુ સમુદાયની ધાર્મિક લાગણીઓ દુભાશે. તમામ મંદિરના ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લઈને વૈકલ્પિક યોજના બનાવવા આગ્રહ કરાયો હતો.
ઈડરમાં નવ જેટલા ધાર્મિક દબાણ તોડી પાડવાની નોટિસથી દબાણકારોમાં ફફડાટ
By Himanshu Ramani (Idar)
Kapil Patel