સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના ગોલવાડાના આરોપીઓએ ગોલવાડા ગામની સીમમાં તા. ૧૭/૧૦/૨૦૧૦ના રોજ ગેર કાયદેસર મંડળી રચી લાકડી, કુહાડી જેવા ઘાતક હથીયારો લઈને વિરમ માવજીભાઈ રબારી પર તૂટી પડયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો જેનો કેસ નામદાર એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી અને રૂપિયા એક લાખ પચાસ હજારના દંડનો હુકમ કર્યો હતો.આ અંગે મળતી વિગતો અનુસાર ફરીયાદીની બહેન કલીબેનને માર મારતા થયેલ તકરારમાં સમાજ મેળે સમાધાન થયેલ તેની આ કામના આરોપીઓએ અદાવત રાખી પુર્વ આયોજીત કાવતરૂ ધડી ઈડર તાલુકાના ગોલવાડા ગામની સીમમાં તા.૧૭/૧૦/૨૦૧૦ના રોજ ૦૯-૩૦ વાગે આરોપીઓએ એક સંપ થઈ ગેર કાયદેસર મંડળી રચી લાકડી, કુહાડી જેવા ઘાતક હથીયારો ધારણ કરી ફરીયાદીના ભાઈ વિરમ માવજીભાઈ રબારી,ઉ.વ.૨૬, રહે. તા.ઈડર,જી. સાબરકાંઠાનો, વગડામાં એકલો માલ(ઢોર) ચરાવતો હોવાનું જાણતા હોઈ એકલતાનો લાભ લઈ મોત નીપજાવવા આરોપી હેમરાજ માલાભાઈ રબારીએ લાકડીથી હુમલો કરી બીજા આરોપી અમૃત સોમાભાઈ રબારીનો ગોલવાડા ચોકડી તથા બાવળ પાછળ સંતાઈ અને ૫।છળથી આવી કુહાડી તથા બાકીના અન્ય આરોપીઓએ લાકડીના ઉપરા ઉપરી ઘા કરી માથાના ભાગે બન્ને હાથે તથા પગે તથા પેટ તથા છાતીના ભાગે શરીરે મલ્ટીપલ ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું અને કાવતરુ પાર પાડી સમાન ઈરાદો પુરો પાડી મરણ જનાર વિરમ માવજીભાઈ રબારીનું મોત નીપજાવી ત્યારબાદ આ કામે તપાસ કરનાર અધિકારી દ્વારા નામદાર કોર્ટમાં ચાર્જશીટ થતા જે અનુસંધાને ફરીયાદ પક્ષ ધ્વારા સાહેદોએ આપેલ બઆપેલ નિવેદનો તથા નામદાર કોર્ટમાં રજૂ થયેલ લેખિત મૌખિક પુરાવાને ધ્યાને લઈ નામદાર કોર્ટ ધ્વારા હુકમ કર્યો હતો.

જેમાં આ કેસમાં ફરીયાદી તરફે મદદનીશ જીલ્લા સરકારી વકિલ પ્રણય જયંતિલાલ સોનીએ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલ ધારદાર દલીલોને ધ્યાને લઈ આરોપીઓને નામદાર એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એમ.વાય.રાધનપુરવાલા ઈડરનાએ સદર ગુનામાં તમામ આરોપીઓને આઈ.પી.સી-१४७,१४८,१४८, ३०२,३४,१२० (બી) મુજબના ગુનાના કામે તકસીરવાન ઠરાવી તમામ આરોપીઓને આજીવન કેદ એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજાનો હુકમ તથા તમામ આરોપીઓને રૂા.૨૫૦૦૦/- દંડનો હુકમ તથા આ કામના મરણ જનારના પરિવારને દંડની રકમ પૈકીની રૂ. ૧,૦૦૦૦૦/- (અંકે રૂપિયા એક લાખ પુરા) વળતર પેટે ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.



કોને કોને આજીવન કેદની સજા થઈ?

(૧)હેમરાજ માલાભાઈ રબારી

(૨)અમૃત સોમાભાઈ રબારી

(૩)રાજુ સોમાભાઈરબારી

(૪)દિનેશ હેમરાજ રબારી

(૫)ભરત હેમરાજ રબારી

(૬) જયરામ હેમરાજ રબારી
(તમામ આરોપીઓ રહે. ગોલવાડા તા.ઈડર, જી.સાબરકાંઠા)