GST કાઉન્સિલનો મોટો નિર્ણય
3 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે, હવે માત્ર 5% અને 18%ના બે GST સ્લેબ જ લાગુ થશે. 12% અને 28%ના સ્લેબ રદ કરવામાં આવ્યા છે, અને તેમાં સામેલ વસ્તુઓને 5% અથવા 18%ના સ્લેબમાં સમાવવામાં આવશે. આ ઉપરાંત, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ માટે 40%નો સ્પેશિયલ સ્લેબ પણ નક્કી કરાયો છે. આ નવા દરો 22 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે. આ નિર્ણયથી ઘણી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ સસ્તી થશે, જ્યારે લક્ઝરી ચીજવસ્તુઓ મોંઘી થશે. નીચે સંપૂર્ણ યાદી આપેલી છે.
સસ્તી થતી દૈનિક જરૂરિયાતની વસ્તુઓ
હેર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ: 18% થી ઘટીને 5%
માખણ, ઘી, ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનો: 12% થી ઘટીને 5%
પ્રી-પેકેજ્ડ નમકીન અને ચવાણું: 12% થી ઘટીને 5%
વાસણો: 12% થી ઘટીને 5%
ફીડિંગ બોટલ, બાળકોના નેપકિન્સ અને ડાયપર: 12% થી ઘટીને 5%
સીવણ મશીન અને તેના ભાગો: 12% થી ઘટીને 5%
આરોગ્ય ક્ષેત્રે રાહત
હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ: 18% થી ઘટીને 0%
થર્મોમીટર: 18% થી ઘટીને 5%
મેડિકલ ગ્રેડ ઓક્સિજન: 12% થી ઘટીને 5%
ગ્લુકોમીટર અને ટેસ્ટ સ્ટ્રીપ્સ: 12% થી ઘટીને 5%
ચશ્મા: 12% થી ઘટીને 5%
સ્ટેશનરી વસ્તુઓ ટેક્સ-ફ્રી
નકશા, ચાર્ટ અને ગ્લોબ્સ: 12% થી ઘટીને 0%
પેન્સિલ, શાર્પનર્સ, ક્રેયોન્સ-પેસ્ટલ્સ કલર્સ: 12% થી ઘટીને 0%
પાઠ્ય પુસ્તકો અને નોટબુક્સ: 12% થી ઘટીને 0%
ઇરેઝર: 5% થી ઘટીને 0%
ખેડૂતોને રાહત
ટ્રેક્ટર: 12% થી ઘટીને 5%
ટ્રેક્ટર ટાયર અને ભાગો: 18% થી ઘટીને 5%
જંતુનાશકો અને સૂક્ષ્મ પોષકતત્ત્વો: 12% થી ઘટીને 5%
જમીન ખેડવા, લણણી અને થ્રેશિંગ માટેના મશીનો: 12% થી ઘટીને 5%
વાહનો પર ટેક્સ ઘટાડો
પેટ્રોલ, LPG અને CNG કાર (1200 CC અને 4000 MM સુધીના): 28% થી ઘટીને 18%
ડીઝલ કાર (1500 CC અને 4000 MM સુધીના): 28% થી ઘટીને 18%
થ્રી-વ્હીલર વાહનો: 28% થી ઘટીને 18%
350 CC સુધીના બાઇક: 28% થી ઘટીને 18%
માલ પરિવહન માટેના વાહનો: 28% થી ઘટીને 18%
ઈલેક્ટ્રોનિક ઉપકરણો સસ્તા
એર કંડિશનર: 28% થી ઘટીને 18%
32 ઇંચથી મોટા ટીવી: 28% થી ઘટીને 18%
મોનિટર અને પ્રોજેક્ટર: 28% થી ઘટીને 18%
ડીશ વોશિંગ મશીન: 28% થી ઘટીને 18%
શું થયું મોંઘું?
લક્ઝરી વસ્તુઓ, લક્ઝરી કાર અને બાઇક, તંબાકુ ઉત્પાદનો, સિગારેટ, ફાસ્ટફૂડ અને કોલ્ડ ડ્રીંક્સ પર 40%ના સ્પેશિયલ સ્લેબ હેઠળ GST લાગુ થશે.
GST સ્લેબમાં ફેરફાર: જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તી, લક્ઝરી ચીજો મોંઘી
By Kapil Patel (Bangalore)